સોનમ વાંગ્ચુકે કહ્યું : ર૦૪૭ સુધી ભારત વિકસીત દેશ બની શકશે નહીં
નવી દિલ્હી તા.૧૪
એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ભારતની માથાદીઠ આવકનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો વર્તમાન સ્થિતિ ચાલુ રહેશે તો ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત દેશ નહીં બની શકે. તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રીના રાજીનામા પછી પણ તેમને નવા મંત્રી પાસેથી મોટા ફેરફારોની અપેક્ષા નથી. દેશની પ્રગતિ તેની શિક્ષણ વ્યવસ્થા સાથે સીધી રીતે જોડાયેલી છે. જ્યાં સુધી શિક્ષણ પાછળ રહેશે, ત્યાં સુધી દેશનું ભવિષ્ય પણ પાછળ રહેશે. તેમણે ગુરુવારે મોડી રાત્રે એક વીડિયો જાહેર કર્યો. જેમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી દેશ અને તેના ભવિષ્ય વિશે ઘણું વિચાર્યું છે.


