સોમનાથમાં તિરંગા બાઈક રેલીથી ગુંજયો દેશભકિતનો સંદેશ

સોમનાથમાં તિરંગા બાઈક રેલીથી ગુંજયો દેશભકિતનો સંદેશ

(રાકેશ પરડવા દ્વારા)  
ગીર સોમનાથ તા.૧૪
ગીર સોમનાથના સોમનાથમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી આ રેલી સોમનાથ મંદિર પરિસરથી શરૂ થઈ હતી અને આશરે ૪૫ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રેન્જ આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની અને એસપી જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં આશરે ૧૦૦૦ પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. બાઇક પર રાષ્ટ્રધ્વજ લહેરાવી પોલીસ જવાનો અને નાગરિકોએ દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. રેલી દરમ્યાન ‘ભારત માતા કી જય’ના નાદથી સોમનાથ ગુંજી ઉઠયું હતુંમ્ ધર્મધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાતા સોમનાથથી દેશપ્રેમ, રાષ્ટ્રગૌરવ અને એકતાનો સુંદર સંદેશ પ્રસર્યો હતો.