સીંગસર માઈનીંગ મુદે ખેડૂતોમાં ભારે રોષ
૬ ગામનાં ખેડૂતોની ટ્રેકટર રેલી યોજાઈ
(રાકેશ પરડવા દ્વારા) ગીર સોમનાથ તા. ર૯
સીંગસર માઈનીંગ મુદે ખેડૂતોમાં ભારે આક્રોશ ઉઠવા પામેલ છે. સીંગસર, ધામળેજ, થોરડી, કણજાેતર સહીત ૬ ગામોનાં ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો છે. અને આજે ટ્રેકટર રેલી સાથે સેંકડો ખેડૂતોની જીલ્લા કલેકટર ખાતે કુચ જારી કરવામાં આવી હતી. અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. અંબુજા સીમેન્ટ કંપની સામે ખેડૂતોએ તીવ્ર આક્રોશ વ્યકત કર્યો છે. માઈનીંગ લીઝમાંથી પાણી કાઢવા બાબતે પણ વિરોધ દર્શાવેલ છે. મહાકાઈ મશીનોથી પાણી કાઢવાનાં કારણે ભુગર્ભ જળ સ્તર ઘટવાની ખેડૂતોને આશંકા વ્યકત કરી છે. શિયાળુ પાક પર પણ પાણીનાં સંકટની ખેડૂતોને ચિંતા છે જેને લઈને પાણીનાં મુદે ખેડૂતોની આરપારની લડાઈનો પ્રારંભ થયો છે.


