શાંત આંદોલનો ડામી દેવા એ લોકશાહીનું ગળુ ઘોંટવા સમાન કૃત્ય : બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ,તા.૧૪:
શાંત વિરોધ પ્રદર્શનને ડામી ફરિયાદ પક્ષ તરફથી ફોજદારી કેસ તો એ લોકશાહીને ગળે ટૂંપો દેવા દેવાના ઈરાદે કરવામાં આવશે સમાન દુ:ખદ દિવસ બની રહેશે એવું નિરીક્ષણ કરી બોમ્બે હાઈકોર્ટે રસ્તાની ખરાબ હાલત સામેના આંદોલનમાં જોડાવવા બદલ એક શખસ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરી હતી. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના ન્યાયમૂતિર્ એમ.ડબલ્યુ ચંદવાણીએ તાજેતરમાં આ ચુકાદો આપ્યો હતો. નાગરિકને વિરોષ પ્રદશિર્ત કરવાનો મળેલો બંધારણીય અધિકાર અને કઠોર કાનૂની કાર્યવાહી હાથ ધરવા વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસાવી ન જોઈએ એવું તેમણે મંતવ્ય વ્યક્ત કર્યું હતું. જ્યાં સુધી લોકો કાયદો હાથમાં લઈને હિસા ન આચરે અને ખાનગી કે સાર્વજાનિક નુકસાન ન પહોંચાડે અને લોકશાહીના માર્ગે વિરોષ પ્રદર્શન કરે ત્યારે તેને દાબી દેવા માટે ફરિયાદ પક્ષ તરફ કાનૂની કાર્યવાહી ન થવી જોઈએ, તેમ હાઈકોર્ટે જણાવ્યું હતું.


