સત્તા બચાવવા નેતાન્યાહૂના ધમપછાડા : ઈરાન પર હુમલો કરવા માટે ટ્રમ્પને મનાવવા મોસાદના વડાને અમેરીકા દોડયા

સત્તા બચાવવા નેતાન્યાહૂના ધમપછાડા : ઈરાન પર હુમલો કરવા માટે ટ્રમ્પને મનાવવા મોસાદના વડાને અમેરીકા દોડયા

તેલ અવીવ/વોશિંગ્ટન તા.૧૪
ઇઝરાયલના કાર્યકારી પીએમ બેન્જામિન નેતન્યાહૂ ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને મનાવવાના પ્રયાસમાં લાગી ગયા છે. એક્સિયોસ અને જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, આ માટે તેમણે ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના ચીફ રોમન ગોફમેનને અમેરિકા મોકલ્યા છે. ગોફમેન શુક્રવારે વૉશિંગ્ટન પહોંચ્યા હતા.
તેમની મુલાકાત અમેરિકાની ગુપ્તચર એજન્સીના પ્રમુખ જોન રેટક્લિફ સાથે થવાની છે. ત્યાર બાદ તેઓ મિયામી જઈને ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફને પણ મળશે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, નેતન્યાહૂ છેલ્લા કેટલાક દિવસોથી ટ્રમ્પને દરરોજ ફોન કરી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે ગત તા.૫ નવેમ્બરે પણ ઈરાન યુદ્ધને લઈને વાતચીત થઈ હતી. જોકે, ટ્રમ્પ હાલ નેતન્યાહૂની માગ સ્વીકારી રહ્યા નથી.