જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક મહાબત મકબરા નજીક રર મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

જૂનાગઢ શહેરમાં ઐતિહાસિક મહાબત મકબરા નજીક રર મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢમાં મોહબ્બત મકબરા પાછળ આવેલા ઐતિહાસિક બુગદા વિસ્તારમાં મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન છેલ્લા ૧૦થી ૧પ વર્ષથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. કુલ ૧૪રપ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. કુલ રર જેટલા કાચા-પાકા મકાનો તથા દબાણો દૂર કરાયા છે. જેની વર્તમાન બજાર કિંમત આશરે ૬ કરોડ રૂપિયાની આસપાસ છે. આ ડિમોલિશનની કામગીરી સામે આવતા રાજકારણ પણ ગરમાયું છે અને એનસીપીના કોર્પોરેટર અદ્રેમાનભાઈ પંજાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા અને મામલતદાર દ્વારા ઐતિહાસિક બુગદા વિસ્તારમાં ડિમોલિશન કરી છેલ્લા ૧૦૦ વર્ષથી રહેતા લોકોના મકાનો પાડી નાખવામાં આવ્યા છે. આ લોકોએ માત્ર પ દિવસની મુદ્દત માંગી હતી પરંતુ મામલતદાર બારિયા તે મુદ્દત ન આપીને ગરીબોને જબરદસ્ત નુકસાન પહોંચાડ્યું છે. અદ્રેમાનભાઈ પંજાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ જ બુગદાની અંદર બે-ત્રણ હોટલવાલા અને મોટા વેપારીઓએ દીવાલો તોડીને ૧૩થી ૧૪ ફૂટ અંદર ગેરકાયદેસર દબાણ કર્યું છે. અમારી સ્પષ્ટ રજૂઆત હતી કે પહેલા મોટા વેપારીઓના દબાણો તોડો અને પછી ગરીબોના ઝૂંપડા તોડો પરંતુ મામલતદારે કોઈ વાત સાંભળી ન હતી અને સ્થળ પર જાેવા પણ ન આવ્યા. ત્યારબાદ એસડીએમ આવતા તેમને રજૂઆત કરવામાં આવી હતી. જેથી પ્રાંત અધિકારી સ્થળ પર આવ્યા હતા અને દબાણ હટાવવાની ખાતરી આપી હતી. જાે આગામી ૮ દિવસમાં તે મોટા વેપારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ફરજ પડશે, કારણ કે ગરીબોના મકાનો તોડી નાખવામાં આવે અને રૂપિયાવાળા કે મોટા માથાઓનું ગેરકાયદેસર બાંધકામ તેમજ રહેવા દેવામાં આવે તે ક્યાંનો ન્યાય છે ? તેથી અમારી માંગ છે કે બુગદાવાસીઓને ન્યાય મળે અને ગરીબ માણસોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે. વિરોધ પક્ષ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે જૂનાગઢના પ્રાંત અધિકારી વૃશાલી કામલેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અન્ય દબાણો બાબતે પણ ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારે જ મામલતદારને તે બાબતની સઘન તપાસ કરવા માટે સૂચના આપી દીધી છે. જાે ત્યાં પણ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે બાંધકામ સાબિત થશે તો નિયમાનુસાર જરૂરી અને કડક કાર્યવાહીની પ્રક્રિયા અનુસરીને તે દબાણ પણ વહેલી તકે હટાવી દેવામાં આવશે.