એઆઈ આગામી ૩ વર્ષમાં મનુષ્યોનો જીવ લઈ શકે છે : ભયાનક ચેતવણી

એઆઈના જનક મનાતા પ્રો.જેફ્રી હીન્ટને ચેતવણી આપતા કહ્યું કે એઆઈ આગામી ૩ વર્ષમાં મનુષ્યનો જીવ લઈ શકે છે, દુનિયા પર કબ્જાે કરી શકે છે

એઆઈ આગામી ૩ વર્ષમાં મનુષ્યોનો જીવ લઈ શકે છે : ભયાનક ચેતવણી

ડબલિન તા.૧૪
AIના ‘ગોડફાધર’ તરીકે ઓળખાતા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. જેફ્રી હિન્ટને મોટી ચેતવણી આપી છે. તેમનું માનવું છે કે એઆઈ આગામી ત્રણ વર્ષમાં મનુષ્યોના જીવ લઈ શકે છે અને દુનિયા પર કબજો કરી શકે છે. ટોરોન્ટોમાં યોજાયેલી એઆઈ સિક્યુરિટી નિષ્ણાતોની બેઠકમાં હિન્ટને એક વખત એઆઈ અંગે કહ્યું હતું - "હું તો સતત કહેતો આવ્યો છું કે આ વસ્તુ આપણા કરતાં વધુ સ્માર્ટ બની જશે, આપણે ચિંતિત થવું જોઈએ, આવું ૧૦ વર્ષમાં થઈ શકે છે. પરંતુ આ આગામી ૧૮ મહિનામાં જ થઈ શકે છે, અને આ વાત ભયાનક છે." એલાઇનમેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનો પણ કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં એઆઈનું મનુષ્યો પર હાવી થવાનું મોટું જોખમ છે. જ્યારે આગામી ૬થી ૧૨ મહિનામાં તે મનુષ્યોના નિયંત્રણની બહાર જઈ શકે છે. એઆઈ સાથે જોડાયેલી કોઈ દુર્ઘટનામાં લોકોના જીવ જઈ શકે છે. આ પહેલી વાર નથી જ્યારે એઆઈને મનુષ્યો માટે જોખમ ગણાવવામાં આવ્યું હોય. આ પહેલાં સ્ટીફન હોકિંગ, ઈલોન મસ્ક, બિલ ગેટ્સ, યોશુઆ બેન્ઝિયો, સેમ ઑલ્ટમેન, ડેમિસ હસાબિસ, ડારિયો અમોડેઈ, સ્ટુઅર્ટ રસેલ, મેક્સ ટેગમાર્ક અને સ્ટીવ વોઝનિયાક પણ આ જ વાત કહી ચૂક્યા છે.