સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ નિયમોને વધુ કડક બનાવ્યા : મહત્તમ 100 કિલોની આયાત મર્યાદા
(એજન્સી) નવી દિલ્હી તા.15
સોનાની આયાત ઘટાડવા માટે સરકારે આયાત જકાત વધાર્યા બાદ હવે એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ લાયસન્સ ધારક જવેલર્સ માટે વધુમાં વધુ 100 કિલો જ સોનુ આયાત કરી શકશે તે નિયંત્રણ મુકયા છે. જવેલરી નિકાસ માટે કાચા માલ તરીકે સોનાની આયાતને અગાઉથી નિશ્ચિત ઈસ્યુ કરેલા પરવાના મુજબ આયાતની મંજુરી અપાય છે.
જેમાં અત્યાર સુધી જથ્થાની કોઈ મર્યાદા ન હતી. આ હવે ઝીરો ડયુટી હેઠળ વધુમાં વધુ 100 કિલો જ સોનુ આયાત કરી શકાશે. નિકાસ સાથે જોડાયેલી આ પ્રક્રિયામાં ઉત્પાદન સંબંધી કાચો માલ આયાતની મંજુરી મળે છે. ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ અંગે એક નવા આદેશમાં એડવાન્સ લાયસન્સ એ શરતે જ મંજુર કરાશે જેમાં તે 100 કિલોની મર્યાદામાં જ આયાત કરી શકશે તે ઉપરાંત આ પ્રકારે લાયન્સ માટેની નવી અરજીમાં જે તે જવેલર્સના ઉત્પાદન એકમથી રૂબરૂ સ્થળ તપાસ ફરજીયાત બનાવાઈ છે અને તેની ઉત્પાદન ક્ષમતા નિકાસ સંબંધી વ્યવસ્થા તપાસ ચકાસવું પડશે.


