ડો.સુભાષ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ફાર્મસીમાં નેશનલ કોન્ફરન્સ ‘બાયોનેટ-૨૦૨૬’નું સફળ આયોજન

ડો.સુભાષ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ફાર્મસીમાં નેશનલ કોન્ફરન્સ ‘બાયોનેટ-૨૦૨૬’નું સફળ આયોજન

જૂનાગઢ, તા.ર૭
ડૉ. સુભાષ યુનિવર્સિટી, જુનાગઢની સ્કૂલ ઓફ ફાર્મસી ખાતે તા. ૨૩ અને ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન, ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન (GSBTM) સ્પોન્સર્ડ નેશનલ કોન્ફરન્સ "બાયોનેટ ૨૦૨૬"સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “એડવાન્સિસ ઇન હર્બલ, એગ્રીકલ્ચરલ એન્ડ માઇક્રોબિયલ બાયોટેકનોલોજી: ફ્રોમ નેચરલ રિસોર્સિસ ટુ ઇનોવેટિવ થેરાપ્યુટિક્સ” થીમ આધારિત કોન્ફરન્સનો હેતુ હર્બલ, કૃષિ અને માઇક્રોબિયલ બાયોટેક્નોલોજીમાં નવીન સંશોધન, તકનીકો અને થેરાપ્યુટિક એપ્લિકેશન્સ અંગે જ્ઞાનની આપ લે તથા ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચને પ્રોત્સાહન આપવાનો હતો.
આ નેશનલ કૉન્ફરન્સ દરમ્યાન ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક ક્ષેત્રના નિષ્ણાંતોએ રેગ્યુલેટરી રિક્વાયરમેન્ટ્સ એન્ડ કોમર્શિયલાઇઝેશન ઑફ નેચરલ પ્રોડક્ટ્સ, ક્રિસ્પર ટેક્નોલોજી, એડવાન્સ્ડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ્સ ફોર નેચરલ થેરાપ્યુટિક્સ, સિન્થેટિક સીડ ટેક્નોલોજી ફોર પ્લાન્ટ પ્રપોગેશન એન્ડ કન્ઝર્વેશન તેમજ પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ એન્ડ ફાઇટોબાયોટિક્સ ફોર નેક્સ્ટ જનરેશન બાયોથેરાપ્યુટિક્સ જેવા મહત્વપૂર્ણ વિષયો ઉપર ચર્ચા કરી હતી. આ કોન્ફરન્સમાં ફાર્મસી, કૃષિ, માઈક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી જેવી વિવિધ બ્રાન્ચના અલગ-અલગ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ પરિષદ દરમિયાન યોજાયેલા ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશનમાં પોતાના સંશોધનકાર્ય અને વૈજ્ઞાનિક વિચારો રજૂ કરવાની, નિષ્ણાંતોનું માર્ગદર્શન મેળવવાની તેમજ સંશોધનની નવી દિશાઓથી પરિચિત થવાની તક મળી હતી.
આ પ્રસંગે ડો.સુભાષ યુનિવર્સિટીના માનનીય પ્રમુખશ્રી રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દિપક પટેલે કોન્ફરન્સની સફળતા બદલ સમગ્ર આયોજન ટીમ, સંશોધકો, પ્રતિભાગીઓ અને સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા