શિવાનીનગરમાં બંધ મકાનમાંથી રૂા.૧.૧૧ લાખની મતાની ચોરી
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૪
જૂનાગઢ શહેરના શિવાનીનગર-ર વિસ્તારમાં બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી કુલ રૂા.૧.૧૧ લાખની મતાની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરીયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે શૈલેષભાઈ લાખાભાઈ પટેલએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની ગેરહાજરીમાં તા.ર૧-૧૦-ર૬ના સાંજના ૬-૩૦થી રર-૧૦-ર૬ના સવારના ૭ વાગ્યા દરમ્યાન અજાણ્યા ચોર શખ્સે ફરીયાદીના રહેણાંક મકાનના મેઈન દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી કબાટોના લોક તોડી સોનાનો બ્રેસલેટ, સોનાનું પેંડલ, બે સોનાનું બેટી , ચાંદીનો કંદોરો, ચાંદીનું પેંડલ સેટ, બે ચાંદીના સાંકળા સહિત રોકડ રૂા.૩પ૦૦૦ મળી કુલ રૂા.૧,૧૧,૦૦૦ની મતાની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


