સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેગા ડીમોલેશન યોજાયું

તંત્રની સજ્જતા - સૌમ્યતા - સંપાદિત થયેલ મિલકત ધારકોના સ્વૈચ્છિક સહકારથી સોમનાથ મંદિર આસપાસ વિકાસનો મેગા પ્રોજેક્ટ કોરીડોર નિર્માણનો માર્ગે હવે મોકળો થશે

સોમનાથ કોરીડોર પ્રોજેક્ટ મામલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મેગા ડીમોલેશન યોજાયું

(પ્રતિનિધિ દ્વારા)         પ્રભાસ પાટણ તા. ૧૭
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની આસપાસ સોમનાથ મંદિર વિકાસ કોરીડોર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે જે માટે અંદાજે ૩૮૪ જેટલી મિલકતો સંપાદિત કરવાનો સર્વે રખાયો હતો. જેમાં મોટા ભાગના મકાનો અને ગેસ્ટહાઉસોને સંમતિથી નિયમ મુજબ મૂલ્ય ચુકવણી કરી આપવામાં આવેલ છે અને સંપાદિત થયેલા મકાન મિલકતો અને ગેસ્ટહાઉસોને ડિમોલેશન કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ માટે આજે સવારથી જિલ્લા વહીવટી તંત્ર, નગરપાલિકા, રેવન્યુ તંત્ર, પ્રભાસ - પાટણ પોલીસ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ - કર્મચારીઓ આ મેગા ડિમોલેશનમાં જાેડાયા હતા. આજે અંદાજે ૭૨ જેટલી ઇમારતો ડિમોલેશન કરાઇ જેમાં કેટલીક મિલકત ધારકોએ પણ સ્વેચ્છાએ પોતાની રીતે પણ ડિમોલેશન કરી સહકાર આપેલ હતો આજના ડીમોલેશનમાં ૪ હિટાચી, ૧૨ જેસીબી, ૧૫ ટ્રેક્ટર અને ૧૫ જેટલા શ્રીમકોએ ખડેપગે કાર્યવાહી બજાવી હતી પોલીસ બંદોબસ્તમાં ૧ પીઆઈ,૪ પી.એસ.આઇ, ૧૭ પોલીસ જવાન, ૧૪ જીઆરડી અને હોમગાર્ડ બંદોબસ્તમાં રહેલ સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ શાંતિપૂર્વક થઈ હતી અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ નથી આજના ડિમોલેશનથી હવે સોમનાથના વિકાસમાં કોરીડોર માર્ગનું નવનિર્માણ માર્ગ મોકળો થશે.