જૂનાગઢ એલસીબીની મોટી સફળતા માંગરોળ-પોરબંદર હાઇવે પરથી કુલ રૂ. 65 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ 

જૂનાગઢ એલસીબીની મોટી સફળતા માંગરોળ-પોરબંદર હાઇવે પરથી કુલ રૂ. 65 લાખની કિંમતના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ 

માંગરોળ-પોરબંદર હાઇવે પાસે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે માંગરોળ-પોરબંદર હાઇવે રોડ પર તપાસ હાથ ધરવામાં આવી હતી, તે દરમ્યાન એક ટ્રકની તપાસ કરવામાં આવી હતી જેમાં બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકની વધુ તપાસ કરતાં તેમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 5544 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, છે. દારૂ, મોબાઇલ ફોન અને ટ્રક મળીને પોલીસે કુલ રૂ. 69,00,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જથ્થા સાથે પોલીસે ઉત્તર પ્રદેશના અફઝલઅલી સફાતઅલી મંસુરીની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ આરોપી વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલ, પો. સબ ઇન્સ્પેક્ટર ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ. વિજય બડવા, સમરણ સોલંકી, નિકુલ પટેલ, જગદીશભાઈ ગરચર અને પો. હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ વાળા, જાદવભાઈ સુવા, જીતેષ મારુ સહિતના પોલીસ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી...