દેશમાં ગમે ત્યારે યુપીઆઈ-એમડીઆર ચાર્જ લાગુ થશે

દેશમાં ગમે ત્યારે યુપીઆઈ-એમડીઆર ચાર્જ લાગુ થશે

(એજન્સી)    નવી દિલ્હી,તા.૧૭:
દિવાળીના તહેવારોના છ દિવસ પૂર્ણ થયા હોવા છતાં પણ યુપીઆઈના એમડીઆર ચાર્જનો અમલ થયો નથી. જોકે વેપારીઓ એ માને છેકે, એનપીસીએલ દ્વારા આગામી દિવસોમાં ગમે ત્યારે એમડીઆર ચાર્જનો અમલ કરવાની જાહેરાત થશે. બીજી તરફ નાના વેપારીઓમાં યુપીઆઈનો વ્યાપક સ્વીકાર થાય તે માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુનીફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ - યુપીઆઈ વ્યાપાર સક્ષમ યોજના ગત તા.૧૧મીના રોજ બહાર પાડવામાં આવી છે. જે ડિજીટલ પેમેન્ટને ઉત્તેજન મળે તે હેતુથી છે.જેમાં નિર્ધારિત શરતો પૂરી કરનાર વેપારીઓને દરેક ફિઝીકલ કોડ પર રૂા. ૩૦૦ અને દરેક સાઉન્ડ બોક્સ ઉપર રૂા.૭૫૦નું પ્રોત્સાહન અપાશે. જેમાં યુપીઆઈ ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ફી જે વસૂલવામાં આવે તેમાંથી કેટલોક ભાગ નાના વેપારીઓને પ્રોત્સાહન માટે ઉપયોગમાં લેવાનો છે. જેમાં જણાવાયું છે કે યુપીઆઈ એમડીઆર ફીના અમલ જે દિવસથી થાય ત્યારથી ત્રણ વર્ષ માટે આ યોજના અમલી બનશે. ઉલ્લેખનીય છેકે, એમડીઆર ફી જે ઓકટોબર ૧૫થી અમલી થવાની હતી પણ દિવાળીના તહેવારોને અનુલક્ષીને મોકૂફ રખાઇ હતી. આ યોજનામાં નાના વેપારીઓને ફીઝીકલ મ્ય્ કોડ અને સાઉન્ડ બોક્સ આપવામાં આવશે.
આ ઉપરાંત આ યુપીઆઈ વ્યવહારને ઉત્તેજન મળે તે માટે ટ્રાન્ઝેકશન - સંલગ્ન પ્રોત્સાહનો પણ આપવામાં આવશે. પ્રોત્સાહન માળખાના ૩ ભાગ છે અને તેમાં ફંડની વહેચણી નક્કી કરાઈ છે. જે મુજબ ઘટક ૧માં ૩૦ ટકા ફંડ છે. જેમાં નવા વેપારીઓને જોડવા કેન્દ્રિત આ ભાગમાં પ્રતિ રૂા.૩૦૦ અને પ્રતિ સાઉન્ડ બોક્સ રૂા.૭૫૦નું પ્રોત્સાહન મળશે. આ લાભ મેળવવા માટે વેપારીએ ત્રણમાંથી ઓછામાં ઓછા ૨ મહિનામાં દર મહિને ઓછામાં ઓછા ૨૫ યોગ્ય વ્યવહાર કરવા પડશે.