ભારત વિશ્વનું સૌથી મોટુ અર્થતંત્ર બનશે : અમેરીકા-ચીન પાછળ રહી જશે
(એજન્સી) નવી દિલ્લી, તા.૨૨
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને ટૂંક સમયમાં જર્મનીને પાછળ
છોડીને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. હાલમાં, અમેરિકા વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે, જ્યારે ચીન બીજા ક્રમે છે. જોકે, અમેરિકા સ્થિત કાર્લાઇલ ગ્રુપના સહ-સ્થાપક ડેવિડ રુબેનસ્ટીન માને છે કે ભારત થોડા દાયકામાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. તેમણે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વલ્ર્ડ ઇકોનોમિક ફોરમમાં એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં આ નિવેદન આપ્યું હતું.
રુબેનસ્ટીને કહ્યું, મારું માનવું છે કે ભારત ૨૦-૩૦ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા-ભારત સંબંધો અંગે કોઈ ચિતા નથી. તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામાન્ય રીતે ભારત સાથેના અમેરિકાના સંબંધો અંગે ખૂબ જ સકારાત્મક રહ્યા છે. તેમણે તેમના ખૂબ જ નજીકના સાથીઓમાંથી એકને રાજદૂત તરીકે મોકલ્યા છે.
તેમણે ભારતીય નીતિ નિર્માતાઓને વિનંતી કરી કે તેઓ વૈશ્વિક ખાનગી ધિરાણ, ખાનગી ઇક્વિટી (ઁઈ) અને ખાનગી રોકાણને પશ્ચિમી શૈલીના રોકાણો તરીકે ન ગણે. તેમણે કહ્યું કે જ્યારે ભ્ચ્ અને ખાનગી ધિરાણ બજારોને ખીલવા દેવામાં આવશે, ત્યારે સારી
મૂડી ધરાવતા ભારતીય ઉદ્યોગસાહસિકો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. આવી નીતિઓ આમાંના ઘણા વ્યક્તિઓને ભારતમાં રહેવા માટે પ્રોત્સાહિત કરશે.


