અમીતાભ બચ્ચનના નિવાસ સ્થાન જલ્સાની બહાર ફાયરીંગ કરવાનું કાવતરૂ નિસ્ફળ : બે શાર્પશુટરો ઝડપાયા

અમીતાભ બચ્ચનના નિવાસ સ્થાન જલ્સાની બહાર ફાયરીંગ કરવાનું કાવતરૂ નિસ્ફળ : બે શાર્પશુટરો ઝડપાયા

(એજન્સી)            મુંબઈ,તા.૧૬:
મહાનાયક અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા‘ની બહાર ફાયરિગ કરવાના કાવતરાનો દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે મુંબઈ પોલીસની મદદથી પર્દાફાશ કર્યો છે. આ મામલે બે શાર્પશૂટરની ધરપકડ કરાય છે. આરોપીઓની ઓળખ જાલંધરના વિકાસ ઠાકુર અને તરનતારનના દીપક સિહ તરીકે થઈર્ છે. પોલીસના કહેવા મુજબ બન્ને વિદેશમાં બેઠેલા એક ગેન્ગસ્ટરના ઇશારે કાર્ય કરતા હતા. પૂછપરછમાં બહાર આવ્યું છે કે દીપક સિહને મુંબઈમાં રોકાઈને ‘જલસા‘ની બહાર ફાયરિગ કરવાની જવાબદારી સોંપાઈ હતી, જ્યારે વિકાસ ઠાકુરને દિલ્હી મોકલીને એક વેપારી પાસેથી ખંડણી વસૂલવા ફાયરિગ કરવાનો આદેશ અપાયો હતો.