અમેરીકાના ઓરેગોનની પ્રાથમીક શાળામાં અંધાધૂંધ ગોળીબાર : ૩ બાળકો સહિત પાંચના મોત
(એજન્સી) વોશિગ્ટન,તા.૧૬:
અમેરિકાના ઓરેગોન રાજ્યમાં એક પ્રાથમિક શાળામાં ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. એસોસિએટેડ પ્રેસે અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સંખ્યા પ્રાથમિક છે અને તેમાં ફેરફાર થઈ શકે છે. ગોળીબાર બેન્ડની એક પ્રાથમિક શાળામાં થયો હતો. બેન્ડ પોલીસ પ્રવક્તા શીલા મિલરે જણાવ્યું હતું કે મૃતકોમાં ઘણા બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા ત્રણ બાળકો માર્યા ગયા છે અને બે અન્યને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેન્ડ પોલીસે પુષ્ટિ આપી છે કે શંકાસ્પદ ગોળીબાર કરનારનું મોત થયું છે. જાેકે, પાંચ મૃતકોમાં શંકાસ્પદ વ્યક્તિનો પણ સમાવેશ થાય છે કે નહીં તે સ્પષ્ટ નથી. શીલા મિલરે મીડિયાને જણાવ્યું, અમારી પાસે હજુ સુધી ચોક્કસ આંકડો નથી. અમને ફક્ત એટલું જ ખબર છે કે પીડિતોમાં બાળકો પણ હતા. પોલીસે હુમલાખોરની ઓળખ કરી નથી. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તે ૧૬ વર્ષનો છોકરો હતો.


