વિસાવદર તાલુકાના મોટા કોટા નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 1ની ધરપકડ

7659 બોટલ સહિત કુલ રૂા.22.64 લાખનો મુદ્દામાલ જપ્ત

વિસાવદર તાલુકાના મોટા કોટા નજીકથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 1ની ધરપકડ

જૂનાગઢ તા.26
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા દેશી,વિદેશી જુગારની બદીનેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ રેન્જના પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણા, પો.સ.ઈ. આર.જી.ચુડાસમા ના સીધા માર્ગદશિર્કા હેઠળ પો.સ.ઇ. બી.ડી.માવદિયા તથા સ્ટાફ દ્વારા  બગસરા ગામ તરફથી બીલખા તરફ આવતા મોટા કોટડા નજીક વાહન રોકાવી અને ટોરસ ટ્રક નંબર GJ-25-U-8882 વાળાને અટકાવી તેની તલાસી લેતા ટ્રકમાં છુપાવી દીધેલ કુલ બોટલ નંગ 7259 સહિત કુલ રૂા.22,64,182નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ આલાભાઈ મેપાભાઈ સાવધારીયા રહે.મોખાણા ગામ, તાલુકો ભાણવડ વાળાને ઝડપી લઈ તેમજ અન્ય બે શખ્સો હાજર નહીં મળી આવતા તમામ સામે પ્રોહીબીશન એકટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.