જમ્મુ-કાશ્મીરમાં પારો માઈનસમાં, રાજસ્થાન-મધ્ય પ્રદેશના ૧૮ શહેરોમાં શીતલહેર
(એજન્સી) જયપુર તા.૨૬
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં દેશના અનેક ભાગોમાં ઠંડી વધવા લાગી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં રાત્રિનું તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. ૭ રાજ્યોમાં સવારે ધુમ્મસ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.
રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પારો ૫°Cથી નીચે નોંધાયો. મધ્યપ્રદેશના ભોપાલમાં બુધવારે શહેરમાં શીતલહેર ચાલી અને લઘુત્તમ પારો ૮.૨°C નોંધાયો. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ છે. ૨૭ અને ૨૮ નવેમ્બરે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી છે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને ચંડીગઢમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૨૭ નવેમ્બરે ભારે વરસાદની શક્યતા છે. આંધ્રપ્રદેશ અને કેરળમાં ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.


