જેનિફર બેરેટો મિસ યુનિવર્સનું ટાઈટલ જીતનાર પ્રથમ પરિણીત મહિલા
ભારતની કાઝિયા હારી, પણ દેશની કલાકારી જીતી! : ગાઉન ભારતીય કારીગરોએ બનાવ્યું
(એજન્સી) સાન જુઆન તા.રપ
૭૫મા મિસ યુનિવર્સનું આયોજન પ્યુર્ટો રિકોની રાજધાની સાન જુઆનમાં થયું. પ્યુર્ટો રિકોની જેનિફર બેરેટો મિસ યુનિવર્સ ૨૦૨૬ બની. ડોમિનિકન રિપબ્લિકની મેલિસા નુનેઝ ફર્સ્ટ રનર-અપ રહી. વેનેઝુએલાની ક્લારા વેગાસ ગોએટ્ઝ સેકન્ડ રનર-અપ અને ફિલિપાઇન્સની બી મિલાન-વિન્ડોસ્ર્કી થર્ડ રનર-અપ બની.
આ વર્ષે ભારત તરફથી કેરલમની ૧૯ વર્ષની કાઝિયા લિઝ મેજોએ ભાગ લીધો. દુનિયાના ૧૧૬ દેશો અને પ્રદેશોની સ્પર્ધકોએ તાજ માટે મુકાબલો કર્યો. જોકે, કાઝિયા ટોપ ૩૦ સુધી પહોંચ્યા બાદ ટોપ ૧૨માં સ્થાન બનાવી શકી નહીં. વિનર માટે આ વર્ષે ૩૧૫૦ હીરા જડેલો ખાસ ડાયમંડ ક્રાઉન તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, સેરેમની પહેલાં જ સ્પર્ધા અનેક વિવાદોમાં ઘેરાઈ ગઈ. મિસ યુનિવર્સ વિયેતનામની વિજેતા પાસેથી તાજ છીનવી લેવામાં આવ્યો. ૬ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોની સ્પર્ધકોને ફ્રેન્ચાઈઝી વિવાદના કારણે આંતરરાષ્ટ્રીય મંચ પર જગ્યા મળી નહીં. જેનિફર બેરેટો માટે ગાઉન ભારતીય કારીગરોએ તૈયાર કર્યું હોવાનું એક યાદીમાં જણાવવામાં આવેલ છે.


