સેન્સેક્સમાં એક જ દિવસમાં ૨,૦૦૦ અંકનો ઉછાળો : રોકાણકારો ખુશખુશાલ

સેન્સેક્સમાં એક જ દિવસમાં ૨,૦૦૦ અંકનો ઉછાળો : રોકાણકારો ખુશખુશાલ

(એજન્સી)            મુંબઈ તા.૨૫
વૈશ્વિક વેપારમાં ટેરિફની ગરમાગરમી વચ્ચે ભારતીય શેરબજારે જોરદાર તાકાત બતાવી છે. એક તરફ અમેરિકા ભારત સહિત ૧૬ દેશો પર નવો ટેરિફ લાદવાની તૈયારીમાં હોવાની ચર્ચા છે, ત્યાં ભારતીય શેરબજારમાં આજે એટલે કે ૨૫ નવેમ્બરે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ૨૦૦૦ અંક ઉછળીને ૮૪,૩૫૦ના સ્તરની પાર પહોંચી ગયો છે. નિફ્ટીમાં પણ ૫૫૦ અંકની તેજી છે અને તે ૨૫,૯૦૦ના સ્તરે છે.
સેન્સેક્સ છેલ્લે ૫ નવેમ્બરે એક કારોબારી દિવસમાં ૨,૦૦૦ અંકથી વધુ ઉછળ્યો હતો. તે પહેલાં ૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સેન્સેક્સ ૨,૦૭૨.૬૭ અંકના વધારા સાથે બંધ થયો હતો. તે દિવસે કારોબાર દરમિયાન તેમાં ૪,૨૦૫ અંક સુધીનો ઉછાળો આવ્યો હતો.
આજે IT અને પ્રાઇવેટ બેન્કના શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી રહી છે. ઇન્ફોસિસ, ICICI બેન્ક, HDFC બેન્ક અને બજાજ ફાઇનાન્સના શેરોમાં આશરે ૩.૫% સુધીનો ઉછાળો છે.
અમેરિકાના નવા ટેરિફ હુમલાના સમાચારે ચીનથી જાપાન સુધીના શેરબજારોને હચમચાવી દીધા છે, પરંતુ ભારતમાં ટ્રમ્પ ટેરિફનો ભય દૂર થઈ ગયો હોય તેવું લાગે છે.