શેખ હસીનાની ઘરવાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ : ૨ દિવસનું ફુલ લોકડાઉન

શેખ હસીનાની ઘરવાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ : ૨ દિવસનું ફુલ લોકડાઉન

ઢાકા તા.૨૫ :
પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના સ્વદેશ પરત ફરવાના એલાન સાથે જ બાંગ્લાદેશનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. દેશમાં ઠેર-ઠેર હિસક ઘટનાઓ સામે આવી રહી છે અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. આ પરિસ્થિતિ વચ્ચે અવામી લીગે આગામી ૨૭ અને ૨૮ નવેમ્બરના રોજ સમગ્ર બાંગ્લાદેશમાં ફૂલ લોકડાઉનની જાહેરાત કરી છે. મંગળવારે પક્ષના કાર્યકરોએ મશાલ સરઘસ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો, જે બુધવારથી વધુ ઉગ્ર બનશે. શેખ હસીના ૧૬ ડિસેમ્બરે ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના વિજય દિવસ નિમિત્તે બાંગ્લાદેશ પરત ફરવાના છે.બાંગ્લાદેશમાં વકરેલી સ્થિતિને પગલે રાજકીય હલચલ તેજ બની છે. જમાત-એ-ઈસ્લામીના પ્રમુખ શફીકુર્રહમાન પોતાનો ઓસ્ટ્રેલિયા અને મલેશિયાનો પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક સ્વદેશ પરત ફરી રહ્યા છે.