સુરતના હીરા ઉદ્યોગને ઝટકો : ચીને રફ હીરાના ભાવમાં ૧૦ ટકાનો વધારો કર્યો

સુરતના હીરા ઉદ્યોગને ઝટકો : ચીને રફ હીરાના ભાવમાં ૧૦ ટકાનો વધારો કર્યો

(એજન્સી)          સાંઘાઇ, તા.૨૪
સુરતના હીરા ઉદ્યોગને ચીન તરફથી ઝટકો લાગ્યો છે. લેબગ્રોન ડાયમંડના રફ સપ્લાય કરતી ચીનની બે મોટી કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી છે. લિઆન ડાયમંડ અને ઝોંગનાન ડાયમંડ દ્વારા રફ હીરાના ભાવમાં વધારો કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગકારોની પડતર કિંમત વધવાની ભીતિ છે. આ ભાવ વધારાની અસર આગામી સમયમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના ભાવ પર પણ જોવા મળી શકે છે. સુરત નેચરલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડના કટિંગ અને પોલિશિંગનું પણ મોટું કેન્દ્ર છે. સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ માટે ચીનની લિઆન ડાયમંડ (હેનાન) અને ઝોંગનાન ડાયમંડ કંપની દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે.