કાતિર્ક પૂણિર્માએ હરિદ્વારમાં આસ્થાનું ઘોડાપૂર : હરકી પૈડી ખાતે લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે ઊમટ્યા

કાતિર્ક પૂણિર્માએ હરિદ્વારમાં આસ્થાનું ઘોડાપૂર : હરકી પૈડી ખાતે લાખો શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે ઊમટ્યા

(એજન્સી)    હરિદ્વાર, તા. ૨૪ :
કાતિર્ક પૂણિર્માના પવિત્ર અવસરે ઉત્તરાખંડની ધર્મનગરી હરિદ્વારમાં આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. હરકી પૈડી સહિત ગંગાના વિવિધ ઘાટ ઉપર દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કરી પૂજાઅર્ચના કરી હતી.
કાતિર્ક પૂણિર્માએ ગંગાસ્નાન અને દાનપુણ્યનું વિશેષ ધામિર્ક મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં પરિવારો હરિદ્વાર પહોંચ્યા છે.
ભીડને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારને ૮ ઝોન અને ૩૦ સેક્ટરમાં વહેંચી અધિકારીઓની નિમણૂક કરી છે. ઘાટ ઉપર સુરક્ષા, તબીબી સેવા, પીવાના પાણી અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મયૂર દીક્ષિતે અધિકારીઓને સતત સતર્ક રહેવા સૂચના આપી છે. અયોધ્યા અને ઉત્તર પ્રદેશના બ્રજઘાટ ખાતે પણ શ્રદ્ધાળુઓએ પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું હતું.