હવેથી ગુજરાતમાં બિન-ખેડુત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

હવેથી ગુજરાતમાં બિન-ખેડુત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકશે

(એજન્સી)   નવી દિલ્હી તા.૨૪:
ગુજરાત સરકારે  બિન ખેતીની જમીન મુદ્દે ઉભા થયેલા તાજેતરના વિવાદ બાદ હવે બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી  શકે તે અંગે વિચારણા હાથ ધરી છે. જેમાં હાલમાં જ વિધાનસભાના પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ખોટા દસ્તાવેજના આધારે ખાતેદાર બન્યાં હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ થઈ છે. જ્યારે આ ઉપરાંત અન્ય ઉદ્યોગપતિઓ પણ બોગસ ખેડૂત ખાતેદાર થઈ રહ્યાં હોવાની વિગતો પણ મળી છે. ગુજરાતમાં ગણોત ધારા ની કલમ ૬૩ હેઠળ ખેતીની જમીન ખરીદવા માટે  ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે. તેમજ હાલમાં નિયમો મુજબ ખેડૂત ન હોવાને કારણે અન્ય લોકો કૃષિની જમીન ખરીદી શકતા નથી. ત્યારે જે લોકો રસ ઘરાવે છે તેમના દ્વારા કૃષિ ક્ષેત્રે રોકાણ થાય, ઓર્ગેનિક ખેતીને પ્રાધાન્ય મળે અને ખેતીની જમીનો બિનખેતી થતા અટકે જે હેતુથી રાજ્ય સરકાર બિન ખેડૂત ખાતેદાર પણ ખેતીની જમીન ખરીદી શકે તેવા ફેરફારો અંગે વિચારણા કરી રહી -છે. આ ઉપરાંત હાલમાં મહેસૂલ વિભાગે ખેડા જિલ્લાના માતરમાં ૫૦૦ બોગસ ખેડૂત ખાતેદારો પકડાયાં હતાં. આ ઉપરાંત રાજ્યમાં મોટાપાયે ખેતીની જમીનો બિનખેતીમાં પરિવતિર્ત થઈ રહી છે.