અદાણી ડિફેન્સે પોખરણ ટેસ્ટ રેન્જમાં ચાર એન્ટી-ટેન્ક મિસાઇલોનું સફળતા પૂર્વક ફાયરિંગ કર્યું

૨૦ નવેમ્બરના રોજ પોખરણ ખાતે NCNC પ્રદર્શન સફળતાપૂર્વક યોજાયું, આ પ્રદર્શન ભારતીય સેના, ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ અને સંરક્ષણ મંત્રાલય (MoD)ના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ

અદાણી ડિફેન્સે પોખરણ ટેસ્ટ રેન્જમાં ચાર એન્ટી-ટેન્ક મિસાઇલોનું સફળતા પૂર્વક ફાયરિંગ કર્યું

અમદાવાદ તા. ર૩
અદાણી ગ્રુપની મુખ્ય સંરક્ષણ અને એરોસ્પેસ કંપનીઅદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસેરાજસ્થાનનાપોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જિસખાતે વાહન પર સ્થાપિત એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (ATGM) સિસ્ટમબઘીરા AT1નું સફળ પ્રદર્શન કર્યું.
આ કાર્યક્રમ દરમિયાન દિવસ અને રાત્રિના સમયે લક્ષ્ય પર પ્રહાર કરવાની ક્ષમતા, સશસ્ત્ર વાહન જેવા લક્ષ્ય સામે એક જ બીમ પર બે મિસાઇલોનું ટેન્ડમ ફાયરિંગ તેમજ વધુ અંતરે હવાઈ લક્ષ્યને નિશાન બનાવવાની ક્ષમતાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ સમગ્ર સિસ્ટમનું સ્ટેટિક ડિસ્પ્લે પણ યોજવામાં આવ્યું.
૨૦ નવેમ્બરના રોજ પોખરણ ખાતે આયોજિત No Cost No Commitment (NCNC) પ્રદર્શન ભારતીય સેના, ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ અને સંરક્ષણ મંત્રાલય (MoD)ના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયું.
ભારતીય યુદ્ધભૂમિ માટે તૈયાર બઘીરા AT1 એ ૧૮ મહિનાની ડિઝાઇન અને ડેવલપમેન્ટ પ્રક્રિયાનું પરિણામ છે. આ સમયગાળા દરમિયાન અદાણી ડિફેન્સે ભારતીય ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મિસાઇલ સિસ્ટમને કસ્ટમાઇઝ કરી છે. પરિણામે મિસાઇલ, ઑટોમેટેડ લોન્ચર, દિવસ અને રાત્રિના સાઇટ્સ સહિતની સંપૂર્ણ કોમ્બેટ સિસ્ટમ તૈયાર થઈ છે, જેને અદાણી ડિફેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા ૪ટ૪ હાઇ-મોબિલિટી આર્મર્ડ વ્હીકલપર સ્થાપિત કરવામાં આવી છે.
• સ્ટેન્ડ-ઑફ રેન્જ:આ સિસ્ટમ ૮ કિમીસુધીના અંતરે સશસ્ત્ર લક્ષ્યોને નિશાન બનાવી શકે છે, જે જમીન આધારિત લગભગ ૪ કિમી રેન્જ ધરાવતી એન્ટી-ટેન્ક મિસાઇલની તુલનામાં લગભગ બમણી રેન્જ છે.
• જામિંગ-પ્રતિરોધક ગાઇડન્સ:મિસાઇલ રેડિયો લિંક પર આધાર રાખવાને બદલે લેઝર બીમનો ઉપયોગ કરીને લક્ષ્ય તરફ આગળ વધે છે. તેના કારણે ડ્રોન અને ઇલેક્ટ્રોનિક વૉરફેરની વધતી ભૂમિકા ધરાવતી આધુનિક યુદ્ધભૂમિમાં આ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક જામિંગ સામે અત્યંત પ્રતિરોધક બને છે.
• એક્ટિવ પ્રોટેક્શનને નિષ્ક્રિય કરવાની ક્ષમતા:એક જ લક્ષ્ય તરફ એક જ બીમ પર ઝડપી ક્રમમાં બે મિસાઇલો ફાયર કરી શકાય છે. પ્રથમ મિસાઇલ ટૅન્કની Active PrOection System (APS)ને સક્રિય કરીને તેને વ્યસ્ત રાખે છે, જ્યારે બીજી મિસાઇલ તેની સુરક્ષા વ્યવસ્થાને ભેદવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
• સતત ફાયરપાવર: ઑટોમેટેડ લોન્ચર પર ૪ રેડી-ટુ-ફાયર મિસાઇલોઅને વાહનમાં ૮ રિલોડ મિસાઇલોઉપલબ્ધ હોય છે. આમ, દરેક વાહન કુલ ૧૨ મિસાઇલોની ક્ષમતા ધરાવે છે.
• દિવસ અને રાત્રિ ઓપરેશન:ઑટોમેટેડ ટાર્ગેટ ટ્રેકિંગ સાથે ઇન્ટિગ્રેટેડ ડે-ટેલિવિઝન અને થર્મલ-ઇમેજિંગ સાઇટ્સ.
• શૂટ એન્ડ મૂવ:ક્રૂ સુરક્ષિત સ્થાનેથી લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે અને દુશ્મનના વળતા હુમલાનો ખતરો ઘટાડવા ઝડપથી સ્થાન બદલી શકે છે.
• સશસ્ત્ર લક્ષ્યથી આગળ:આ સિસ્ટમ વધુ અંતરેહવાઈ લક્ષ્યોને પણ નિશાન બનાવી શકે છે. ભારતની એન્ટી-ટેન્ક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવતી સિસ્ટમ ભારતમાં આધુનિક એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલોની જરૂરિયાત નોંધપાત્ર છે. ATGM ઇન્વેન્ટરીમાં નોંધાયેલી અછત આ ક્ષમતાના સતત આધુનિકીકરણની જરૂરિયાત દર્શાવે છે.
હાલના ઇન-સર્વિસ એન્ટી-ટેન્ક શસ્ત્રોની મુખ્ય ક્ષમતામાંસેકન્ડ-જનરેશન Milan-2T અને Konkurs-M સામેલ છે, જ્યારે તાત્કાલિક ઓપરેશનલ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્યારબાદ Spike મિસાઇલોને સામેલ કરવામાં આવી છે. ભારત Javelin સિસ્ટમ્સની ખરીદીની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. તાજેતરના સંઘર્ષોએ સશસ્ત્ર યુદ્ધમાંરેન્જ અને મોબિલિટીનું મહત્ત્વ વધુ સ્પષ્ટ કર્યું છે.બઘીરા AT1 સેનાને મેન-પોર્ટેબલ અને હેલિકોપ્ટર-લોન્ચ્ડ મિસાઇલ સિસ્ટમ્સની સાથે એક વધારાનીલાંબા અંતરની, મોબાઇલ અને ગ્રાઉન્ડ-બેઝ્ડ ક્ષમતાપૂરી પાડે છે.
અદાણી પોર્ટ્સ એન્ડ SEZ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરજેવા મોટા અને સ્કેલેબલ વ્યવસાયોનું સફળતાપૂર્વક નિર્માણ કરીને કંપનીએ તેના મજબૂત વ્યવસાયો દ્વારા ભારતને આર્ત્મનિભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેના પરિણામે છેલ્લા ત્રણ દાયકાથી કંપનીના શેરધારકોને પણ નોંધપાત્ર વળતર મળ્યું છે.કંપનીના વ્યૂહાત્મક વ્યવસાયિક રોકાણોની આગામી પેઢીગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ, એરપોર્ટ મેનેજમેન્ટ, ડેટા સેન્ટર, રોડ્સ તેમજ કોપર અને પેટ્રોકેમિકલ્સ જેવા પ્રાથમિક ઉદ્યોગોપર કેન્દ્રિત છે. આ તમામ ક્ષેત્રોમાં મૂલ્ય સર્જન અને વેલ્યૂ અનલોકિંગની નોંધપાત્ર સંભાવનાઓ રહેલી છે.