ગુજરાત ATSએ પાકિસ્તાનથી પિસ્તોલ, હેન્ડગ્રેનેડ અને હેરોઈન સપ્લાઈ કરતા શખ્સને અમદાવાદના રખિયાલ ખાતેથી ઝડપ્યો
અમદાવાદ, તા.26
ગુજરાત ATSએ અમદાવાદના રખિયાલ ખાતેથી પાકિસ્તાન બોર્ડરથી પિસ્તોલ તથા હેન્ડગ્રેનેડ અને હેરોઇનને પંજાબમાં સ્મગલિંગ કરતા આરોપીને ઝડપી પડ્યો છે. આ આરોપી છેલ્લા એક મહિનાથી અમૃતસરના કેસમાં ફરાર થયા બાદ તે બિહાર થી અમદાવાદના રખિયાલમાં રોકાયો હતો. ગુજરાત એટીએસને મળેલ બાતમીને આધારે તપાસ કરતા રહેમત અલી શેખને એમ્રોડરીના કારખાનામાંથી ઝડપી પડ્યો હતો.


