ઉના-ગીરગઢડા રોડ ઉપર  અકસ્માતમાં જમાઈની નજર સામે સસરાનું ગંભીર ઈજા થવાથી મૃત્યું 

ફાધર્સ ડેના દિવસે બે પુત્રોએ પિતાની છત્ર છાયા ગુમાવી

ઉના-ગીરગઢડા રોડ ઉપર  અકસ્માતમાં જમાઈની નજર સામે સસરાનું ગંભીર ઈજા થવાથી મૃત્યું 

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.23 
ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર ઉના શહેરમાં ગાયત્રી મંદિર પાસે રહેતા મોહનભાઈ ભગવાનભાઈ સોલંકી (ઉ.વ.51) અને તેમના જમાઈ દુર્ગેશભાઈ રાણાભાઇ રે. ઉના મોટરસાયકલ ઉપર ઘરે આવતા હતા ત્યારે ભગવતી નમકીનની દુકાન સામે પહોંચેલ હતા ત્યારે પાછળ આવતો પૂર ઝડપે ટ્રક બેદરકારીથી તેમના કબ્જાવાળો ટ્રક આગળ જતી ડબલ સવારી મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા મોહનભાઈ અને દુર્ગેશભાઈ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અને મોહનભાઈ ઘણા ફૂટ સુધી ઘસેડાયા હતા. બેભાન થઈ ગયા હતા. ટ્રક ચાલક અકસ્માત કરી ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો. લોકો અકસ્માત થતા ભેગા થઈ ગયા હતા. બન્નેને ઉનાની મહેતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે મોહનભાઈને છાતીના ભાગે હાથમાં ઈજાઓ થવાથી મોત થયાનું જાહેર કર્યું હતું અને દુર્ગેશભાઈને પગ અને ઘૂટીમાં ગંભીર ઇજાઓ થયેલ ફેક્ચર આવતા સારવાર ચાલુ છે. આ અંગે મરણજનારના દીકરા વસુભાઈ મોહનભાઈ સોલંકીએ ઉના પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે અકસ્માત કરી પિતાનું મોત નીપજાવી બનેવી દુર્ગેશભાઈને ગંભીર ઈજાઓ કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. હરપાલસિંહ પી. સવિર્યા કરી રહ્યા છે. ફાધર્સ ડેના દિવસે બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પરિવારમાં શોક છવાઈ ગયો હતો. ઉના શહેરમાં ટ્રક, ડમ્પર ચાલકો બેફામ માતેલા સાંઢની જેમ ટ્રક ચલાવતા હોય પોલીસ દ્વારા ગતિ નિયંત્રણ કરાવે તેવી લોક માંગણી ઉઠી છે.