એટીએમ કાર્ડ બદલી રૂા.40 હજારની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો 

પોરબંદર પોલીસે 6 અલગ-અલગ બેંકના એટીએમ કાર્ડ સાથે આરોપીને ઝડપી પાડયો, આરોપીનો 17થી વધુ ગુનાઓનો ઇતિહાસ ખુલ્યો

એટીએમ કાર્ડ બદલી રૂા.40 હજારની છેતરપીંડી કરનાર શખ્સ ઝડપાયો 

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.23
પોરબંદરની કીતિર્મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લઈ છેતરપીંડીના ગુનામાં કીર્તિ મંદિર  પોલીસે ઠક્કર પ્લોટ એસબીઆઈ બેન્ક પાસેથી એક શાતિર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અલગ- અલગ બેંકોના 6 ATM કાર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શીતલાચોક જલારામ મંદિર પાસે રહેતા ધમિર્ષ્ઠાબેન ભરતભાઇ ખુદાઇ નામની મહિલા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ, પોરબંદરમાં નોકરી કરે છે. ગઇ તા.9-5-2026ના રોજ સવારના આશરે સાડા દશેક વાગ્યે નોકરી ઉપર જતી હતી ત્યારે મારે એસ.બી. આઇ. બેંક માણેકચોક શાખામાં મારૂ ખાતુ હોય જેનું એ.ટી.એમ. કાર્ડ લઇને પૈસા ઉપડવા માટે માણેક ચોકમાં આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ.માં ગયેલ હતી ત્યારે ત્યાં એ.ટી.એમ.માં દશેક માણસો હતા. બાદ થોડી વારમાં મારો વારો આવી જતા હું મારૂ એ.ટી.એમ કાર્ડ મશીનમાં નાખી પૈસા ઉપાડવા માટે ટ્રાય કરતી હતી પરંતુ પૈસા ઉપડતા ના હોય જેથી પાછળથી એક અજાણ્યો માણસ મારી પાસે આવેલ અને મને કહેલ કે લાવો તમારૂ એ.ટી.એમ કાર્ડ હુ તમને તમારા પૈસા ઉપાડી દઉ જેથી તેને મે મારૂ એ.ટી.એમ. કાર્ડ આપેલ અને તેણે બે-ત્રણ વાર ટ્રાય કરેલ ત્યારે તેની સામે મેં મારા એટીએમ પીન નાખેલ પછી મને કહેલ કે આ લ્યો તમારૂ એ.ટી.એમ. કાર્ડ અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડતા નથી તેમ કહી ચાલ્યો ગયેલ અને બાદ એક બહેન આવેલ અને મને યોનો એપ્લીકેશન દ્વારા 10,000 રૂપિયા ઉપાડી દીધેલ. બાદ મારે જોબ પર જવાની ઉતાવળ હોય જેથી હું તુરંતજ ત્યાંથી નીકળી ગયેલ. બાદ મેં મારા મોબાઇલમાં આવેલ મેસેજ  જોતા મારા એસ.બી.આઈ. બેંકના ખાતામાંથી ચાર વખત 10,000 રૂપિયા ઉપડી ગયેલાનો મેસેજ આવેલ હતો. મારે તાલીમમાં જવાનું હોય જેથી હું ચાર દિવસ માટે ત્યાં ગયેલ અને બાદ અહીં પોરબંદર આવી માણેકચોક ખાતે બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવી બેંકમાં મેનેજરને પુછતા તેણે અમને જણાવેલ કે તમારા એટીએમ દ્વારા બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પૈસા ઉપડેલ છે. મારી પાસેનું એટીએમ ત્યાં બેંકમાં દેખાડતા મને ખબર પડેલ કે આ એ.ટી.એમ. કાર્ડ મારૂ નથી મારૂ એ.ટી.એમ કાર્ડ કોઇ અજાણ્યો માણસ બદલાવીને લઇ ગયેલ છે ત્યારે હુ બેંકમાં હોય મે મારૂ એ.ટી.એમ. કાર્ડ તુરંત જ બંધ કરાવી દીેધેલ હતું. બાદ મને યાદ આવેલ કે હું એ.ટી.એમ. ખાતે પૈસા ઉપાડવા ગયેલ ત્યારે એક અજાણ્યો માણસ આવી મને પૈસા ઉપડવામાં મદદ કરવાનું કહી મને વિશ્વાસમાં લઇ મારૂ એ.ટી.એમ. કાર્ડ પોતાની પાસે રાખી મને બીજુ એ.ટી.એમ. કાર્ડ આપી દઇ મારા એકાઉન્ટમાંથી રૂા.40,000 ઉપાડી મારી સાથે છેતરપીંડી કરેલ હોય તો આ અજાણ્યા માણસ સામે ધોરણસર કીતિર્ મંદિર પોલીસમાં ફરીયાદ નોંધાવેલી. સદરહુ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક  ભગીરથસિંહ જાડેજાનાઓની સુચના મુજબ તથા પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાનાઓ તથા કીતિર્ મંદીર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. પરમારનાઓનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.પી. મોરી તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ કીતિર્બેન ભરતભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ જય રમેશભાઇ દ્વારા સદરહું બનાવની આસપાસના પોરબંદર નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાનો આરોપી ઠક્કર પ્લોટ એસ.બી.આઇ. બેંક આસપાસ હોવાની હકિકત મળતા દિપકસીંહ સંતોષસિંહ સેંગર(ઉ.વ.37) રહે.હાલ શીવાજી પાર્ક, મફતીયાપરા મોરબી રોડ જકાતનાકા પાસે રાજકોટ મુળ બીલૌહાગામ તા.માઘૌગઢ જી.જાલોન થાના રામપુરા ઉતર પ્રદેશવાળા આરોપીને અલગ અલગ બેંકના એ.ટી.એમ. કાર્ડ નંગ-06 સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોરબંદરના એમ.જી. રોડ SBI ATM ખાતે એક વૃધ્ધ પાસેથી કાર્ડ બદલી રૂા.22 હજાર તથા ધોરાજીમાં ગેલેક્સી SBI ATM ખાતે અન્ય એક વૃદ્ધ પાસેથી રૂા.30 હજાર ઉપાડી લીધાની કબૂલાત કરી છે. આરોપી વિવિધ શહેરોમાં બેંકના ATM આસપાસ ફરી વૃદ્ધ, આધેડ અથવા અભણ લોકોને મદદના બહાને વિશ્વાસમાં લઈ તેમનું છ્સ્ કાર્ડ બદલી નાખતો હતો. પિન નંબર જાણી લીધા બાદ પોતાના પાસે રહેલા અન્ય કાર્ડ આપી ટેક્નિકલ ખામીનું બહાનું બતાવી ત્યાંથી નીકળી જતો અને બાદમાં ખાતામાંથી એ.ટી.એમ.માંથી રૂપીયા ઉપાડી છેતરપીંડી કરવાની એમ.ઓ. ધરાવે છે. આરોપી સામે રાજકોટ, મોરબી, ગોંડલ, જૂનાગઢ, જામકંડોરણા, પડધરી સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેતરપીંડી અને ચોરીના કુલ 17 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.