નાના વેપારીઓને યુપીઆઈ ફી પર જીએસટીમાંથી મુક્તિ આપવા વિચારણા
વેપારીઓએ ‘નો-યુપીઆઈ’ના બોર્ડ લગાવી દીધા
(એજન્સી) નવી દિલ્હી તા.૨૨:
કેન્દ્ર સરકારે આગામી તા.૧૫ ઓકટોથી યુપીઆઈ પર રૂા.૨૦૦૦થી વધુના પેમેન્ટ પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ ચાર્જ એટલે ખાસ ચાર્જ લાગુ કરતા દેશભરમાં નાના વેપારીઓમાં જબરો વિરોધ થઈ રહ્યો છે તેમજ આ ચાર્જ ગ્રાહક નહી વેપારીએ ભોગવવાનો રહેશે તેવા ફતવાથી વ્યાપારીઓના ટુંકા માર્જીન (નફા) પર પણ મોટી અસર તથા સરકારી દખલગીરી વધશે તેવા ભયે ‘નો-યુપીઆઈ‘ના બોર્ડ લગાવી દીધા છે.
સૌથી મોટી ચિંતા તો આ પ્રકારના ચાર્જ પર ૧૮ ટકાનો જીએસટી પણ વસુલાશે તેથી નાના વેપારીઓને જેઓ તેમના રૂા.૪૦ લાખથી ઓછા ટર્નઓવરમાં જીએસટી મુક્ત છે. તેઓને પણ હવે આ ટેક્ષ સીસ્ટમના દાયરામાં આવી જવાનો ભય છે.
તેઓ હવે તા.૭ ઓકટોબરના જીએસટી કાઉન્સીલની બેઠકમાં હવે નાના વેપારીઓ જેઓ રૂા.૨૦૦૦ થી વધુના વ્યવહારો પર મર્ચન્ટ ડીસ્કાઉન્ટ ચાર્જ ભરપાઈ કરશે. તેઓને આ પ્રકારના ચાર્જમાં જીએસટીમાંથી મુક્તિ આપવા ર્નિણય લેવાય તેવી ધારણા છે.


