આવતીકાલથી રેલ્વે, બેંકિંગ, પેન્શનના નિયમોમાં ફેરફાર

આવતીકાલથી રેલ્વે, બેંકિંગ, પેન્શનના નિયમોમાં ફેરફાર

(એજન્સી)    નવી દિલ્હી તા.૩૦: 
કાલથી  અમલી બનનારના કેટલાંક સુધારાને પગલે બેન્કિંગ, પેન્શન, રેલવે તથા પોસ્ટ વિભાગના કેટલાંક નિયમોમાં ફેરફાર થશે. રિઝર્વ બેન્ક ઓક્ટોબરથી બેચ ક્લિયરિંગને બદલે કન્ટિન્યુઅસ ક્લિયરિંગ પદ્ધતિ અમલમાં મુકશે. આ નવી પદ્ધતિ બે તબક્કામાં લાગુ કરાશે. જેનો પ્રથમ તબક્કો ૪ ઓક્ટોબર, ૨૦૨૫થી જ્યારે બીજો તબક્કો ૩ જાન્યુઆરી, ૨૦૨૬થી લાગુ થશે. ૧ ઓક્ટોબરથી રેલવે ટિકિટ માટેના નિયમો પણ બદલાશે. ૈંઇઝ્ર્ઝ્રની વેબસાઈટ કે મોબાઈલ એપથી સામાન્ય ટિકિટ ખરીદવા નવી માર્ગદશિર્કા જારી કરાઈ છે. જે મુજબ,  ૧ઓક્ટોબરથી આધાર કાર્ડ ઓથેન્ટિકેશન કરાવ્યું હોય તેવા વપરાશકારો જ ૈંઇઝ્ર્ઝ્રની સાઈટ કે એપ દ્વારા બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટ દરમિયાન જનરલ ટિકિટનું રિઝર્વેશન કરાવી શકશે. સામાન્ય મુસાફરોને રીઝર્વેશન પદ્ધતિનો લાભ મળે અને વચેટિયાઓ લાભ ન લઈ જાય તે હેતુ આ પદ્ધતિનો અમલ શરૂ થશે. જ્યારે પોસ્ટલ વિભાગ દ્વારા ૧ ઓક્ટોબરથી સ્પીડ પોસ્ટના દરોમાં સુધારો લાગુ કરશે.