ઈવીએમ મામલે લોકોમાં શંકા છે : ૧૦૦ ટકા વીવીપેટનું કાઉન્ટીંગ થવું જાેઈએ અથવા બેલેટ પેપરથી મતદાન થવું જાેઈએ : કોંગ્રેસ
લોકસભામાં SIR અને ચૂંટણી સુધારા મુદ્દે ઉગ્ર ચર્ચા
(એજન્સી) નવી દિલ્હી તા.૦૯
શિયાળુ સત્રના ૭મા દિવસે મંગળવારે લોકસભામાં ચૂંટણી સુધારાઓ અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જીૈંઇ) પર ચર્ચા થઈ રહી છે. તેના માટે ૧૦ કલાકનો સમય આપવામાં આવ્યો છે. આ ચર્ચામાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી સહિત ૧૦ નેતાઓ ભાગ લેશે.
કોંગ્રેસ તરફથી ચર્ચામાં ભાગ લેતા મનીષ તિવારીએ કહ્યું કે, ચૂંટણી પંચની નીતી રિતીઓ અંગે શંકાનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, સૌથી મોટા ચૂંટણી સુધારા રાજીવ ગાંધીએ કર્યા હતા. હાલમાં એક દેશ એક ચૂંટણી પણ
ચર્ચા થઈ રહી છે. ચૂંટણી પંચ
મામલે લોકોના મનમાં ભ્રમની
સ્થિતિ છે. ચૂંટણી પંચે જાહેર
કરવું જાેઈએ કે તેમને કયાંથી ફરિયાદો મળી રહી છે. જનતાનો વિશ્વાસ તુટે છે ત્યારે અરાજકતા ફેલાય છે. ઈવીએમ મામલે લોકોના મનમાં શંકા છે. તેમ જણાવતા મનીષ તિવારીએ કહ્યું કે, શંકાઓ દુર કરવા માટે ૧૦૦ ટકા વીવીપેટનું કાઉન્ટીંગ થવું જાેઈએ અથવા તો પુન: મતપત્ર (પેપર બેલેટ) તરફ પરત ફરવું જાેઈએ. તેમણે ઉમેર્યું કે, વિશ્વમાં કેટલાય દેશો ઈવીએમથી પેપર બેલેટ તરફ પરત ફરી ચુકયા છે. ચૂંટણી પંચ પેપર બેલેટથી ચૂંટણી કરાવે. બધું સ્પષ્ટ થઈ છે. ચૂંટણી પંચનું કામ ચૂંટણી કરાવવાનું છે. પછી તે ઈવીએમથી હોય કે બેલેટ પેપરથી હોય તેમ તેમણે ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું.
કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ ૧૦ ડિસેમ્બરે તેનો જવાબ આપશે. ચર્ચા દરમિયાન જીૈંઇ પ્રક્રિયામાં મત ચોરીના આરોપો, ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને વ્યાપક ચૂંટણી સુધારા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વિપક્ષ સતત જીૈંઇને લઈને સરકાર પર આક્રમક છે. જીૈંઇ ના કામમાં લાગેલા મ્ન્ર્ં ના મૃત્યુનો મુદ્દો પણ ઉઠી શકે છે. આરોપ છે કે વધુ દબાણને કારણે મ્ન્ર્ં આત્મહત્યા કરી રહ્યા છે અથવા તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. આ તરફ બિહાર ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી દ્ગડ્ઢછની રેકોર્ડ જીત પછી વિપક્ષ ફરી એકવાર મત ચોરીનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.


