કાશ્મીરમાં સૈન્યના બે કમાન્ડો લાપતા
(એજન્સી) શ્રીનગર તા.૧૦ :
જમ્મુ-કાશ્મીરના રાજાૈરી અને અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળોનું આતંકવાદ વિરોધી અને શોધ અભિયાન ચોથા દિવસે પણ જોરશોરથી ચાલુ રહ્યું. રાજાૈરીમાં મંગળવારે સાંજે સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ બાદ ફરાર થયેલા આતંકવાદીઓનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જ્યારે અનંતનાગમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગૂમ થયેલા બે આર્મી કમાન્ડોની પણ શોધખોળ ચાલી રહી છે. કંડી પોલીસ સ્ટેશન વિસ્તારના બીરન્થૂબ વિસ્તારમાં મંગળવારે સાંજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો, ત્યારબાદ આતંકવાદીઓ ગાઢ જંગલોનો લાભ લઈને છૂપાઈ ગયા હતા.


