સિક્કિમે ઈતિહાસ રચ્યો : પેપરલેસ ન્યાયતંત્ર વાળુ દેશનું સૌ પ્રથમ રાજ્ય બન્યું

સિક્કિમે ઈતિહાસ રચ્યો : પેપરલેસ ન્યાયતંત્ર વાળુ દેશનું સૌ પ્રથમ રાજ્ય બન્યું

(એજન્સી)    ગંગટોક  તા.5:
ભારતીય ન્યાયતંત્રમાં ડિજિટલ ક્રાંતિ તરફ એક ઐતિહાસિક ડગલું ભરીને સિક્કિમ દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં સંપૂર્ણ પેપરલેસ ન્યાયતંત્ર અમલમાં આવ્યું છે.
ગંગટોક ખાતે આયોજિત ‘ટેકનોલોજી એન્ડ જુડિશ્યલ એજ્યુકેશન‘ વિષય પરના રાષ્ટ્રીય સંમેલન દરમ્યાન ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત શર્માએ સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી. જેનો મતલબ એ છે કે હવે સિક્કિમની કોર્ટોમાં કાગળનો ઉપયોગ બહુ જ ઓછો અથવા તો લગભગ નહીંવત જેવો થશે અને તમામ કામ કમ્પ્યુટર અને ડિજિટલ સિસ્ટમથી થશે. આ ઐતિહાસિક પગલું ન્યાયવ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવવા માટે લેવામાં આવ્યું છે. આ પ્રસંગે ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે સિક્કિમ દ્વારા અપનાવવામાં આવેલી આ પેપરલેસ સિસ્ટમ સમગ્ર દેશ માટે એક આદર્શ મોડલ બનશે.