પોરબંદરમાં પકડાયેલા સુકા ગાંજા પ્રકરણના નાસતા ફરતા મુખ્ય આરોપીને રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડતી એસ.ઓ.જી
પોરબંદરમાં ફેબ્રુઆરીમાં 612 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો હતો, બે વોન્ટેડ જાહેર થયેલ જેમાંનો મુખ્ય સૂત્રધાર પ્રદીપ ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.12
પોરબંદર એસ.ઓ.જી. પોલીસ દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરતા ઝુંડાળા વિસ્તારના ભાડાના રૂમમાંથી 612 ગ્રામ ગાંજો તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.31,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે એક આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ફરીયાદ મુજબ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. આર.એ. ઝાલાને ખાનગી બાતમી મળી હતી કે ઝુંડાળા, મીલપરા શેરી નં-10 ખાતે આવેલા એક મકાનમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન રવિન્દ્રકુમાર રામેશ્વર દયાલ ઓઝા (ઉ.વ.47), મૂળ મધ્યપ્રદેશ અને હાલ પોરબંદર રહેતા, તેમના ભાડાના રૂમની તપાસ કરવામાં આવી હતી. રૂમના રસોડામાં રાખેલા કુલ 612 ગ્રામ ગાંજો, કિંમત રૂા.30,600 તથા નોકિયા કંપનીનો કીપેડ મોબાઈલ ફોન કિંમત રૂા.500 મળી કુલ રૂા.31,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ગાંજો તેને પ્રદીપ સીયારામ નામના વ્યક્તિએ આપ્યો હતો અને તે પોરબંદરના હસમુખ ચંદુભાઈ સોલંકીને આપવાનો હતો. આ મામલે પોલીસે રવિન્દ્રકુમાર રામેશ્વર દયાલ ઓઝાની ધરપકડ કરી પ્રદીપ સીયારામ તથા હસમુખ ચંદુભાઈ સોલંકી સામે પણ એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 20(બી)(2-એ) અને 29 મુજબ ગુનો નોંધવામા આવેલ હતો ત્યારેથી તે ફરાર હતો. ત્યારે આ એન.ડી.પી.એસ.ના ગુન્હામાં લાલશાહી નાસતા ફરતા આરોપીને પોરબંદર એસ.ઓ.જી. એ પોરબંદર રેલ્વે સ્ટેશન રોડ પરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાનાઓ દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાર્યવાહી ક૨વા પોલીસ ઇન્સપેક્ટર એમ.એન. જાડેજાનાઓને સુચના આપવામાં આવેલ, જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે વર્ક આઉટ ક૨તાં હોય તે દરમ્યાન પો. હેડ કોન્સ. મોહીતભાઈ ગોરાણીયા તથા પો.હેડ.કોન્સ. અરજન અરભમભાઈ ઓડેદરાને ખાનગી રીતે હયુમન સોર્ચથી બાતમી રાહે હકીકત મળેલ કે, કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. પાર્ટ બી-112180092 60080/2026 એન.ડી.પી.એસ. એકટની કલમ-8(સી), 20(બી) (2-એ), 29 મુજબના ગુન્હાના કામેનો લાલશાહી નાસતો ફરતો આરોપી પ્રદીપ સીયારામ ગુર્જર ઉ.વ.21 ધંધો-ટ્રેનમા એટેન્ડર ની નોકરી હાલ રહે, ગામ બરેન્દા ધુરૈયા કા પુરા, પોસ્ટ-બુરાબાદ જી-મુરેના રાજ્ય-મધ્યપ્રદેશ વાળો પોરબંદર જિલ્લામાં આવેલ હોય જે હકીકત આધારે પોરબંદર રેલ્વે સ્ટેશન બહાર કાધલી કુપા ગેસ્ટ હાઉસની સામે રોડ ઉપરથી મળી આવતા આરોપીને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોપેલ છે.


