પાકિસ્તાનમાં કટ્ટર ધાર્મિક જુથના નેતાની ગોળી મારી હત્યા કરાઈ

પાકિસ્તાનમાં કટ્ટર ધાર્મિક જુથના નેતાની ગોળી મારી હત્યા કરાઈ

(એજન્સી)       કરાચી, તા.૧૦: 
પાકિસ્તાનના કરાચીમાં સુન્ની કટ્ટરવાદી અને પ્રતિબંધિત સંગઠન અહલે સુન્નત વલ જમાત ના એક સ્થાનિક પ્રમુખ કારી અબ્દુલ રહેમાનની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લક્ષિત હુમલો (ટાર્ગેટેડ એટેક) ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશમાં સાંપ્રદાયિક તણાવ વધવાની આશંકા છે. આ ટાર્ગેટ કિલિંગની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. પાકિસ્તાનના કરાચી શહેરના ક્વાઇદાબાદ વિસ્તારમાં પ્રતિબંધિત ધામિર્ક-રાજકીય જૂથ અહલે સુન્નત વલ જમાતના એક સ્થાનિક નેતાને લક્ષિત હુમલામાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.