અયોધ્યામાં એક મકાનમાં પ્રચંડ સિલીન્ડર વિસ્ફોટ : પાંચના મોત
(એજન્સી) અયોધ્યા,તા.૧૦:
અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. કલંદર વિસ્તારના પગલા ભારી ગામમાં એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં આખું મકાન તૂટી ગયું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૫ાંચ લોકોના મોત થયા છે અને અન્ય કેટલાય ઘાયલ થયા છે. ઘટના સ્થળેથી મળેલી જાણકારી અનુસાર, આ ધમાકો ફટાકડા વિસ્ફોટથી થયો હોય તેવું કહેવાય છે. પણ શરુઆતી તપાસમાં સિલિન્ડર બ્લાસ્ટની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે સતત બચાવ કાર્ય કરી રહી છે. ઘટનાસ્થળેથી ફાટેલું કુકર અને સિલિન્ડર જપ્ત થયા છે. પોલીસ આ સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.


