દિવાળી કયારે છે ? ર૦ ઓકટોબર કે ર૧ ઓકટોબરે ? : લોકોને મુંજવતો સવાલ
મુંબઇ તા.૯:
સનાતન ધર્મની સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે દિવાળીના લક્ષ્મીપૂજન અને ચોપડાપૂજનનું મહત્ત્વ હોય છે. આપણાં કેલેન્ડર ચંદ્રની કળા અનુસાર બહુ જ ચોકસાઈપૂર્વક બનાવવામાં આવતાં હોવાથી ‘ભાગી તિથિ‘ અને ‘તિથિના ક્ષય‘ જેવી બાબતોને કારણે સામાન્ય લોકોમાં સવાલ રહેતો હોય છે કે દિવાળી ખરેખર કયા દિવસે ઊજવવી અને પૂજન ક્યારે કરવું.
આ બાબતે જ્યોતિષ અને કર્મકાંડના અભ્યાસી સંતોષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘દિવાળી આ વર્ષે ૨૦ ઑક્ટોબરે બપોરે ૩.૪૪ વાગ્યાથી શરૂ થાય છે, જે ૨૧ ઓક્ટોબરની સાંજે ૫.૫૫ વાગ્યા સુધી રહેશે. આ પ્રદોષ વ્યાપ્તિની અમાવ્સ્યા છે, એથી ભારતીય સંસ્કૃતિના આ સંદર્ભેના બે આધારભૂત ગ્રંથો ધર્મસિધુ અને ર્નિણયસિધુ અનુસાર ૨૦ ઑક્ટોબરના બપોર પછી
દિવાળીની ઉજવણી કરી
શકાશે. સામાન્યપણે આપણી પરંપરામાં લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન રાતના સમયે કરવામાં આવતું હોય છે. એથી ૨૦ ઓક્ટોબરે રાતે એ પૂજન કરી શકાશે. જે લોકો ઓફિસમાં દિવસ દરમિયાન પૂજન કરતા હોય એ લોકો ૨૧ ઓક્ટોબરે પણ આખો દિવસ દિવાળી હોવાથી પૂજન કરી શકશે. બેસતું વર્ષ ૨૨મીએ અને ભાઈબીજ ૨૩ ઑક્ટોબરે રહેશે.


