કર્ણાટક હાઈકોર્ટે X કોર્પ ને આપ્યો મોટો ઝટકો.
X કોર્પએ કર્ણાટક હાઇકોર્ટમાં અરજી કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને એકાઉન્ટ્સ સામે આદેશ જારી કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે IT એક્ટની કલમ 79(3)(b) મુજબ નથી.
આ અરજીને ફગાવી દેતા હાઇકોર્ટે જણાવ્યું હતું કે ભારતીય બંધારણ ફક્ત દેશના નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટે છે. વિદેશી કંપનીઓ કે વ્યક્તિઓ માટે નહી. આથી ભારતમાં કામ કરવા ભારતીય નિયમો અને કાયદાનું પાલન કરવું આવશ્યક છે. જોકે X યુનાઈટેડ સ્ટેટ્સના નિયમોનું પાલન કરે છે અને તેઓએ ભારત સરકારના આદેશોનું પાલન કરવા અસહમતિ દર્શાવી હતી.


