મધ્યપ્રદેશમાં ર૩ માસુમ બાળકોના મોત માટે જવાબદાર કફ સીરપ બનાવતી શ્રીસન ફાર્મા કંપનીના ડીરેકટરની ધરપકડ
ભોપાલ તા.૯:
મધ્યપ્રદેશ પોલીસ અને જીવલેણ કોલ્ડ્રિફ કફ સિરપ કેસની તપાસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે શ્રીસન મેડિકલ્સના માલિક રંગનાથનની અટકાયત કરી છે.
આ કાર્યવાહી મધ્યપ્રદેશમાં દૂષિત કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી ૨૦ બાળકોના મોત થયાની ભયાનક ઘટના બાદ કરવામાં આવી છે. કસ્ટડીમાં લીધા બાદ, રંગનાથનની કેસ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા, આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને, પોલીસે આરોપીઓની ધરપકડ કરવામાં મદદ
કરનાર કોઈપણને રૂા.૨૦,૦૦૦નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી હતી.
વધુમાં, કંપનીના ફરાર માલિકોની ઝડપી ધરપકડ સુનિતિ કરવા માટે એક ખાસ જીૈં્ ટીમની રચના કરવામાં આવી હતી.


