પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો સામાજીક બહિષ્કાર
(બ્યુરો) અમદાવાદ તા.૧પ :
જાણીતી સિંગર કિજલ દવેએ તા. ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યાર બાદ આજે કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજની બેઠક મળી હતી. જેમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ઔદિચ્ય બ્રહ્મ સમાજની મળેલી બેઠકમાં સિંગર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ એક અઠવાડિયા પહેલા સગાઈ કરનાર સિંગર કિંજલ દવેની આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે કાંકરેજના શિહોરી ખાતે મળેલી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠકમાં મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવેએ ૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ
એક્ટર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. તેઓ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે આજે કિંજલ દવેએ પોતાની સગાઈના કેટલાક ખુબસુરત ફોટોઝ ફેસબુક પર શેર કર્યા છે.


