જંતર-મંતર પર વડાપ્રધાન મોદીને ગાળો આપનાર સગીર યુવતિએ માફી માંગી

જંતર-મંતર પર વડાપ્રધાન મોદીને ગાળો આપનાર સગીર યુવતિએ માફી માંગી

નવી દિલ્હી તા.૧
જંતર-મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માગી લીધી છે. તેણે વીડિયો મેસેજમાં કહ્યું, ‘હું ફક્ત ૧૫ વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી.’ આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શનિવારે પૂછ્યું, ‘શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે ?’ વડાપ્રધાન મોદીએ ગત રાત્રે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું, ‘મને અને મારી માતાને ગંદી-ગંદી ગાળો આપનાર બાળકોને માફ કરવા માંગુ છું.’ જંતર-મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માંગી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે હાથ જોડીને પોતાના નિવેદન પર માફી માંગતી જોવા મળી રહી છે. કહી રહી છે કે હું ૧૫ વર્ષની છું. વીડિયોમાં છોકરી કહે છે, ‘હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ફરવા ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આસપાસ હાજર કેટલાક લોકો પીએમ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવી રહ્યા હતા. હું તે જ માહોલ અને ભીડની વાતોમાં આવી ગઈ.‘ ૩૦ જુલાઈએ નોઈડામાં છોકરી વિરુદ્ધ કેસ નોંધાયો હતો.