અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે બાળ સુરક્ષા, પોક્સો એક્ટ અને સાયબર બુલિંગ અંગે વિશેષ જાગૃતિ સત્ર

અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે બાળ સુરક્ષા, પોક્સો એક્ટ અને સાયબર બુલિંગ અંગે વિશેષ જાગૃતિ સત્ર

અમદાવાદ તા. ૩૧
વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવા અને ડિજિટલ યુગમાં ઓનલાઈન માધ્યમોના સુરક્ષિત ઉપયોગ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે, અદાણી વિદ્યામંદિર અમદાવાદના સંકુલમાં એક વિશિષ્ટ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા મનને સશક્ત બનાવવું, બાળપણને સુરક્ષિત કરવું ના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહત્વપૂર્ણ સત્ર શાળા પ્રશાસન અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ટી. પી. શાહ, DLSAના ડેપ્યુટી રજિસ્ટ્રાર શ્રી પલ્લવ ગોસાઈ, પેનલ એડવોકેટ શ્રી સંજય ઝાલા તેમજ પેરા લીગલ વોલેન્ટિયર સુશ્રી હીના અલગોતર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ઇન્દોરિયા અને શિક્ષકગણ દ્વારા તમામ કાયદાકીય નિષ્ણાતોનું છોડ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
 સેમિનારમાં એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી ટી. પી. શાહે વિદ્યાર્થીઓને બાળ શોષણ સામે રક્ષણ આપતા પોક્સો એક્ટ, ૨૦૧૨ ની જાેગવાઈઓ ખૂબ જ સરળ ભાષામાં સમજાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે બાળકોએ કોઈ પણ અયોગ્ય વર્તન સામે ડર્યા વગર અવાજ ઉઠાવવો જાેઈએ. આજના ટેક્નોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે ઓનલાઈન સુરક્ષા  અંગે ચર્ચા કરતા પેનલ એડવોકેટ શ્રી સંજય ઝાલાએ સાયબર બુલિંગ (ઓનલાઈન માનસિક કનડગત) નાજાેખમો વિશે વિદ્યાર્થીઓને સાવધ કર્યા હતા. કોઈપણ આપત્તિના સમયે ચોવીસ કલાક મદદ મેળવવા માટેની અનિવાર્ય સેવા ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ ના રાષ્ટ્રીય સ્ત્રોત વિશે વિદ્યાર્થીઓને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળા પ્રવક્તાએ જણાવ્યુ હતું કે જાગૃતિ એ જ બાળ સશક્તિકરણ તરફનું પ્રથમ પગલું છે.
અદાણી વિદ્યામંદિર દરેક બાળકને ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્લેટફોર્મ પર સુરક્ષિત, સક્ષમ અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા કટિબદ્ધ છે.
સમગ્ર સત્રના અંતે એક ઓપન ક્વેશ્ચન-આન્સર (પ્રશ્નોત્તરી) રાઉન્ડ રાખવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ કાયદાના નિષ્ણાતો પાસેથી મૂંઝવતા પ્રશ્નોનું સચોટ નિવારણ મેળવ્યું હતું. આ માહિતીપ્રદ સત્ર વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવા વિશ્વાસ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.