ભક્તોની સુવિધા માટે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે વિશાળ EV ચાર્જિંગ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ
સાળંગપુર, તા.૩૧
શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર ધામ ખાતે ભક્તોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવાના ભાગરૂપે એક અત્યાધુનિક અને વિશાળ EV ચાર્જિંગ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. “ભક્તિ + પ્રકૃતિ = No Tension સફર, દાદાની સેવા હવે Next Level!”ના સંકલ્પ સાથે શરૂ થઈ રહેલા આ પ્રોજેક્ટથી સાળંગપુર આવતા ઇલેક્ટ્રિક વાહનચાલકોને મોટી રાહત મળશે. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ૧૭૮મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તારીખ:૩૦/૧૦/૨૬ ના રોજ,સવારે ૧૦:૩૦ કલાકેઆ સેવાનું પ્રેરક અને સુંદર આયોજન શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેનું ઘનશ્યામ ભગત-વડતાલ તેમજ સાળંગપુર શ્રી હનુમાનજી મંદિરના પૂજારી સ્વામી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઝડપી ચાર્જિંગ, પર્યાવરણને નવું સ્ટાર્ટિંગ! આ સુવિધાનો લાભ લેવા તમામ ભક્તજનો અને વાહનચાલકોને સાળંગપુર ધામ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
મુખ્ય વિશેષતાઓ : ૨૪x૭ અવિરત સેવા:ગમે ત્યારે, નો ટેન્શન! વાહન ચાર્જિંગની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે, એડવાન્સ્ડ ટેક્નોલોજી:ડિજિટલ પેમેન્ટ, સ્માર્ટ સિક્યોરિટી અને આસાન સેલ્ફ-સર્વિસની ઉત્તમ સુવિધા. ક્ષમતા : એક સાથે ૧૨ વાહનો ઝડપથી ચાર્જ કરવાની ઉત્તમ સગવડ, પાવર :૧૨૦ KW સુપર ફાસ્ટ ચાર્જર (120 KW Super Fast Charger), જે ઝપાટાબંધ વાહન ચાર્જ કરશે.


