સોમનાથ : વેકેશન પ્રવાસમાં દરિયાથી સર્તક-સાવચેત અને દૂર જ રહેવું

સોમનાથના દરિયામાં મેના અંતથી ઓગસ્ટ સુધી દરિયામાં તણાઈ જવાના બનાવો લગભગ પ્રતિવર્ષ બનતા જ રહે છે

સોમનાથ : વેકેશન પ્રવાસમાં દરિયાથી સર્તક-સાવચેત અને દૂર જ રહેવું

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.18
કાળઝાળ ગરમી વેકેશનનો સમય અને ભારતના કેટલાક એવા ગામો છે જેમાં નદી નથી તો હજારો કે કરોડો ગામો એવા છે કે તેના ગામમાં દરિયો નથી જેથી આવી કાળઝાળ ગરમીમાં સોમનાથ આવતા યાત્રિકો-પ્રવાસીઓને સોમનાથના સમુદ્રનું આકર્ષણ હોય તે સ્વાભાવિક છે પરંતુ ચોમાસા પૂર્વેના મહિનાઓ અને ચોમાસામાં સોમનાથનો દરિયો તોફાની અને ઉછળતા મોજાના કરંટથી પછડાટા મારતો હોય છે.
પ્રવાસીઓ વેકેશનમાં અને ખાસ કરી શનિ-રવિ રજા અનુસંધાને સોમનાથ આવે છે તેઓ સપરિવાર કે મિત્રો કે શાળા મિત્રો સંગાથો સાથે સોમનાથના દરિયામાં પગ ઝબોળે છે અને નહાય છે અને લાંબો સમય સુધી દરિયાના પાણીમાં પડયા રહી ચીચયારી સાથે આનંદ લેતા હોય છે પરંતુ કોઈ અચાનક જ એવું જાેરદાર મોજું આવે છે કે દરિયાના પાણીમાં રહેલા લોકોને તાણી જાય છે અને જેમાંથી બે-પાંચ લોકો જાન ગુમાવે છે. આમ આનંદ શોકમાં પલટાઈ જાય છે. માટે સોમનાથના દરિયાને દૂરથી જ જાેવો સારો નહી તો પરિવારની હાજરીમાં જ જીંદગી ગુમાવવી પડશે. સરકાર તરફથી લોકહિતમાં દરિયામાં પગ ન બોળવા તથા નહાવાના પ્રતિબંધ અંગેનું કાયમી જાહેરનામું પણ લાગેલ છે માટે સ્વજાગૃતિ-સલામતી રાખવી હિતાવહ છે કારણ કે જીંદગીના મિલેગી દુબારા.