જંતર-મંતર પર ફરી આંદોલનના ભણકારા બેરિકેડ લગાવાઈ : આરએએફ તૈનાત
(એજન્સી) નવી દિલ્હી તા.૩૦
નીટ પેપર લીક મામલે પાટનગર દિલ્હીના જંતરમંતર પર વિરાટ આંદોલન બાદ સરકારની માંગ સ્વીકારવી પડી હતી. જંતરમંતર પર જ હવે નવું આંદોલન આકાર પામી રહ્યું છે.
આ વખતે ઇ-૨૦ પેટ્રોલના મુદ્દે આંદોલન શરુ થવાનું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ફરજીયાત કર્યું છે. ઇ-૨૦ પેટ્રોલને કારણે વાહનોની એવરેજમાં ઘટાડો થતો હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે.એટલું જ નહીં વાહનોના કેટલાંક સ્પેરપાર્ટસને પણ નુકશાન થતું હોવાનું જાહેર થયું છે. ઇ-૨૦ પેટ્રોલ સામે શુક્ર-શનિ અને મંગળવારે એમ ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા વિરોધ પ્રદર્શન થવાના છે તેને ધ્યાને રાખીને સરકારે આજથી બેરિકેડ ગોઠવવાનું શરુ કરી દીધું છે. રેપિડ એક્શન ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.


