વહેલી સવારે ઉપલા દાતાર વિસ્તારમાં ધોધમાર વરસાદ તુટી પડયો : અદ્ભૂત નજારો
(પ્રતિનિધિ દ્વારા) જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે. આજે વહેલી સવારથી ઉપલા દાતારની જગ્યા ઉપર ધોધમાર વરસાદ પડતા સીડી ઉપર પાણી ફરી વળ્યા હતા. ઉપલા દાતારના મહંત શ્રીભીમ બાપુ દ્વારા વહેલી સવારે વરસાદના આગમનથી જગ્યામાં ચારે બાજુ પાણી-પાણી અને નાના મોટા વોકળાઓ વહેતા થયા હતા તેના વિડીયો બનાવી અને મોકલેલ છે. અત્રે ઉલ્લેખનીએ છે કે દાતારના ડુંગર ઉપર વરસાદ પડે એટલે વિલિંગન ડેમ છલકાય અને વિલીગન ડેમનો ઓવરફ્લો સીધો કાળવામાં થઈ અને નરસિંહ મહેતા સરોવર તરફ પાણી આવે છે. હવે જોવાનું એ રહ્યું કે સત્તાધીશો અને તંત્ર આ બાબતે પાણીને નરસિંહ મહેતા સરોવર તરફ કઈ રીતના ડાઇવર્ડ કરે છે એ જોવાનું રહ્યું.


