કલ્યાણપુરમાં એક જ દિવસમાં ત્રણ મગરને રેસ્ક્યુ કરાયા
(પ્રતીનીધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૧૪
કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામ વાડી વિસ્તારમાં એક મગર અને પટેલકા ગામના વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં બે મગર હોવા અંગેની જાણ સ્થાનિક તંત્રને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી. આને અનુલક્ષીને વાઈલ્ડ લાઇફ વોર્ડન જી.એન. માડમ તેમના સાથી કર્મચારી પી.જી. નંદાણીયા, બી.એમ. ચૌહાણ તથા જીવદયા પ્રેમી કિશનભાઈ વાઢિયા અને ગોવાભાઈ ગોજીયાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બંને સ્થળેથી તમામ ત્રણ મગરના દિલધડક રેસ્ક્યુ કરી, અને ત્રણેય મગરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.


