ખેતરમાં કામ કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો: ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડાયા
(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.૧૪
ઉના તાલુકાના ઊંટવાળા અને લુહારી મોલી ગામ વચ્ચે આવેલ એક ખેતરમાં ગઈકાલે બપોરે ખેતરમાં કામ કરતા ખેડૂત નારણભાઈ સાદુલભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૫૦ ઉપર શિકારની લાલચમાં ખેતરમાં આવેલ એક દીપડો ખેડૂતનારણ ભાઈ સમજે તે પહેલા તેમની ઉપર ત્રાટકેલ હતો અને તેમનો હાથ દીપડા એ જડબા મા લઈ લીધો હતો. ખેડૂત નારણભાઈ રાડારાડી કરતા આજુબાજુના ખેતરમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા અને આહાકલા પડકારા કરી દીપડાને ભગાડેલ હતો.
નારણભાઈને દીપડા સંકજામાંથી છોડાવેલ હતા અને નારણભાઈને ગંભીર ઈજા પહોંચતા ઉના સરકારી દવાખાને સારવાર માટે ખસેડલ હતા અને આ અંગે તેમના પરિવારના લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મચારીઓ દવાખાને દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા સ્થળ ઉપર પહોંચી દીપડાનું લોકેશન મેળવી પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના ગ્રામય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતા લોકો ઉપર હુમલાઓના બનવો વધ્યા છે. તેથી લોકો ખેતરમાં કામ કરવા ડર અનુભવે છે.


