તાલાળા ગીરમાં સુરક્ષા કાર્ય શાળા યોજાઈ
ગીર સોમનાથ તા. ૧૪
તાલાળા ગીરમાં સુરક્ષા કાર્ય શાળા યોજવામાં આવી હતી. ભુકંપ જેવી કુદરતી આપતિમાં સુરક્ષા સલામતી અંગે જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઈએસઆર ગાંધીનગર દ્વારા મધુવન રીસોર્ટ ખાતે આ કાર્ય શાળાનું આયોજન કરવામાં આવેલ હતું. એસઆઈઆર સીસ્મોલોજીકલ રીસર્ચ ઈન્સ્ટીટયુટનાં ડાયરેકટ જનરલ ડી.ડી. જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગીર વિસ્તારમાં ભુકંપનાં આંચકાનું પ્રમાણ વધારે હોવાને કારણે જાગૃતિ માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ગીર સોમનાથ જીલ્લામાં જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર નિર્માણ પામનાર છે.
અને ઈણાજ ગામ નજીક પાંચ વિઘા જમીન પણ ફાળવવામાં આવી છે. ભુકંપ સલામતી અને આપતિ વ્યવસ્થાન અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદશર્ન આપવામાં આવ્યું હતું.


