PMJAYઅને માં યોજનાની માર્ગદર્શિકાનું પાલન નહિ કરનાર બે ખાનગી હોસ્પિટલોને દંડ ફટકારાયા
ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સામે થશે કર્યવાહી: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
જરૂરીયાતમંદ દર્દીઓને PMJAY અને માં યોજના અંતર્ગત ગંભીર બિમારી વખતે સર્જરી કરવામાં આવે છે અને જે અંગેની કેટલીક હોસ્પિટલોને નક્કી કરવામાં આવેલ હોય છે. દરમ્યાન સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોકત યોજના અંગે માર્ગદર્શીકા મુકવામાં આવી છે. તેનું પાલન કરવામાં આવતું ન હોવાની ફરિયાદને પગલે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવતા બે ખાનગી હોસ્પિટલોને દંડ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામેલ છે. રાજયના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તંત્રને સ્પષ્ટ સુચના જારી કરવામાં આવી છે કે, PMJAY અને માં યોજનામાં ગેરરીતી આચરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને જેને લઈને હલચલ મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર PMJAY અને માં યોજના અંતર્ગત કેટલીક હોસ્પિટલોમાં ગેરરીતી આચરતી હોવામાં આવતી હોવાની થોકબંધ ફરિયાદોને પગલે અગાઉ પણ સઘન ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ત્યારબાદ ફરી એકવાર વધુ ફરિયાદો ઉઠતા રાજયના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. દરમ્યાન સર્જરીમાં ક્ષતી બદલ જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટીટયુટને યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ જ હોસ્પિટલને કુલ ૧૦પ કાર્ડીયાક પ્રોસીજરમાં ગેરરીતી બદલ રૂા.૬ લાખથી વધુનો દંડ અને ડો.પાર્સવ વહોરાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. PMJAY અને માં યોજનાની માર્ગદર્શીકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતી આચરાતી હોવાથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. વિશેષમાં રાજયકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ર૬ર કેસ પૈકી પ૩ કેસમાં વિસંગતતા જાેવામાં આવી હતી. દર્દીને જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડીયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. સપ્રાઈઝ ચેકીંગમાં યોજનાનું માર્ગદર્શીકાનું પાલન કરવામાં આવેલ ન હોવાથી બે ખાનગી હોસ્પિટલને દંડ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


